📗 ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો 📗

Gujarati sahitya
Gujarati sahitya



 




                 Join Telegram:- GpssbMphwFhw


1. ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર. - અખો     

2. મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,

પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે. - હરજી લવજી દામાણી    

3. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, - કવિ કલાપી   

4. યા હોમ કરીને પડો,ફતેહ છે આગે. - કવિ નર્મદ     

5. અમને નાખો જિંદગીની આગમાં,

      આગને પણ ફેરવીશું બાગમાં..... - શેખાદમ આબુવાલા     

6. હેજી તારા આંગણીયે કોઈ આવે તો 

       એને આવકારો મીઠો આપજે રે...... - દુલા કાગ     

7. ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;

      આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે     

8. હું માનવી માનવ થાઉં તો ધણું. - સુન્દરમ્     

9. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. - અરદેશર ખબરદાર     

10. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત. - કવિ નર્મદ     

11. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી 

મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ. - પ્રેમાંનદ 

12. ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ 

નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત. - કવિ અરદેશર ખબરદાર

13. મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. - ઉમાશંકર જોશી     

14. ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ - ન્હાનાલાલ     

15. હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કલાપી     

16. જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ ! - કવિ બોટાદકર     

17. રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ.. - મીરાંબાઈ     

18. જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,

ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો. - કરસનદાસ માણેક 

19. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! 

સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ! - ઝવેરચંદ મેધાણી 

20. રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,

શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો. - કવિ કલાપી 

21. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો? - દલપતરામ 

22. તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો. - કવિ કલાપી 

23. આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી 

સોગાત ખુદાની. - બરકત વિરાણી 

24. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? - અમૃત ધાયલ     

25. ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ; 

બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું . - ઉમાશંકર જોશી 

26. સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં ! - કવિ ન્હાનાલાલ

27. ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ 

સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન 

ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત - બચુભાઈ રાવત 

28. મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો ! - નરસિંહરાવ દિવેટિયા 

29. બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું 

નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું. - ગની દહીંવાલા   

30. વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી. - ઉમાશંકર જોશી 

31. મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી 

એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી. - ન્હાનાલાલ 

32. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા 

માટે સુંદર બનવું પડે. - કલાપી      

33. વૈષ્ણવજન તો તેને રે કહીએ...... - નરસિંહ મહેતા 

34. એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ.... - અખો 

35. હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને . - પ્રીતમ 

36. શ્યામ રંગ સમીપે ન જાઉં, - દયારામ     

37. મેરૂ રે ડગેને જેનાં મનના ડગે.... - ગંગાસતી     

38. વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું, - દયારામ     

39. અંધેરી નગરી ને ગંડુ રાજા.... - દલપતરામ     

40. આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે... - નરસિંહરાવ દિવેટિયા

41. નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન.. - બ.ક.ઠાકર    

42. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક 

43. માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે, - પન્નાલાલ પટેલ 

44. ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ

45. પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો 

પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને યાદ આવ્યા, - હરીન્દ્ર દવે


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

   


🔸પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? 

👉🏾જવાબ: વડોદરા


🔸પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? 

👉🏾જવાબ: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ


🔸પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? 

👉🏾જવાબ: સુદામાચરિત્ર


🔸પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે? 

👉🏾જવાબ: ઓખાહરણ


🔸પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? 

👉🏾જવાબ: સોની


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

   


🔹પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? 

👉🏾જવાબ: આદિલ મન્સુરી


🔹પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? 

👉🏾Ans: ખાડિયા


🔹પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? 

👉🏾જવાબ: કવિ માંડણ બંધારો


🔹પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? 

👉🏾જવાબ: અપભ્રંશ


🔹પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? 

👉🏾જવાબ: કનૈયાલાલ મુનશી


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

   


🔸પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? 

👉🏾જવાબ: માનવીની ભવાઇ


🔸પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ - ગઝલના લેખક કોણ છે? 

👉🏾જવાબ: આદિલ મન્સુરી


🔸પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? 

👉🏾જવાબ: હરિન્દ્ર દવે


🔸પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? 

👉🏾જવાબ: કવિ ભાલણ


🔸પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? 

👉🏾જવાબ: બળવંતરાય ક. ઠાકોર


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

  


🔹નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? 

👉🏾જવાબ: કવિ શામળ


🔹નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? 

👉🏾જવાબ: મારું જીવન એ જ મારી વાણી


🔹ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? 

👉🏾જવાબ: કવિ દલપતરામ


🔹પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? 

👉🏾જવાબ: માનવીની ભવાઇ