Gujarat Forest guard test 01, forest guard mock test, forest guard test
👉 હેલો મિત્રો આપ સૌનુ સ્વાગત છે આજની ટેસ્ટમાં.
Gujarat Forest guard test:-01
💥 ફોરેસ્ટ ગાર્ડ તૈયારી માટે ઊપયોગી ટોપિક
વન્યજીવ સંરક્ષણ સુધારા બિલ//વાઇલ્ડ
લાઈફ (પ્રોટેકશન) એમેન્ડમેન્ટ બિલ, 2021
સમાચાર શા માટે?
તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલૉજી, પર્યાવરણ, જંગલો અને આબોહવા પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિએ વન્યજીવ (સંરક્ષણ) સુધારા વિધેયક, 2021 (વાઇલ્ડ લાઈફ (પ્રોટેકશન) એમેન્ડમેન્ટ બિલ, 2021) પર તેનો અહેવાલ રજૂ કર્યો હતો.
સ્થાયી સમિતિ અનુસાર પર્યાવરણ મંત્રાલય દ્વારા સુચિત કરવામાં આવેલ કેટલીક પ્રજાતિઓને વન્યજીવ અને છોડની વિવિધ યાદી (schedules) માંથી બાકાત રાખવામાં આવી છે. આથી આ ઊંચી બ પ્રજાતિઓને સમાવવા માટે યાદીમાં સુધારો કરવાની ભલામણ કરી છે.
વાઇલ્ડ લાઈફ (પ્રોટેકશન) એક્ટ, 1972 શું છે?
વાઇલ્ડ લાઈફ (પ્રોટેકશન) એક્ટ, 1972 થી વન્ય પ્રાણીઓ અને છોડની વિવિધ પ્રજાતિઓના રક્ષણ, તેમના રહેઠાણોનું સંચાલન અને જંગલી પ્રાણીઓ, ના રહેઠા છોડ અને તેમાંથી બનેલા ઉત્પાદનોના વેપારના નિયમન અને નિયંત્રણ માટે કાનૂની માળખું પૂરું પાડે છે.
આ અધિનિયમમાં એવા છોડ અને પ્રાણીઓના અનુસૂચિની યાદી પણ છે. જેઓને સરકાર દ્વારા વિવિધ સ્તરનું રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
આ અધિનિયમમાં અનેક વખત સુધારો કરવામાં આવ્યો છે, છેલ્લો સુધારો 2006 માં કરવામાં આવ્યો હતો.
બિલની મુખ્ય વિશેષતા શું છે?
CITES ની જોગવાઈનો અમલ : આ ખરડો જંગલી ખરડો પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની લુપ્તપ્રાય પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના કન્વેશન-CITES ની જોગવાઇઓને લાગુ કરવા માંગે છે. આ બિલ કેન્દ્ર સરકારને નીચે મુજબની નિયુક્તી કરવાની જોગવાઈ કરે છે.
1. મેનેજમેન્ટ ઓથોરીટી
જે નમૂનાઓના વેપાર માટે નિકાસ અથવા આયાત પરમિટ આપે છે.
નિર્ધારિત નમુનાના વેપારમાં સામેલ દરેક વ્યક્તિએ વ્યવહારની વિગતો મનેજમેન્ટ ઓથોરિટીને જાણ કરવી જરૂરી છે.
CITES મુજબ, મેનેજમેન્ટ ઓથોરીટી નમૂના માટે ઓળખ ચિહોનો ઉપયોગ કરી શકે.
બિલ કોઈપણ વ્યક્તિને નમૂનાના ઓળખ ચિહમાં ફેરફાર કરવા અથવા તેને હટાવવા પર પ્રતિબંધ મૂકે છે.
અનુસુચિત પ્રાણીઓના જીવંત નમુનાઓ ધરાવનાર દરેક વ્યક્તિને મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી નોંધણી પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત છે.
2. સાયન્ટિફિક ઓથોરીટી, જે વેપાર કરવામાં આવતા
નમૂનાઓના અસ્તિત્વ પર અસરને લગતા પાસાઓ પર
સલાહ આપે છે.
યાદી(અનુસૂચિ)ને તર્કસંગત બનાવવી
વર્તમાનમાં અધિનિયમમાં ખાસ સંરક્ષિત છોડ માટે એક, ખાસ સંરક્ષિત પ્રાણીઓ માટે ચાર અને જંતુઓની પ્રજાતિ રક્ષિત પ્રા માટે એક એમ કુલ છ અનુસૂચી છે. બિલ આ અનુસૂચીની સંખ્યાને ઘટાડીને ચાર કરવા માંગે છે.
અનુસૂચિ-1 : ઉચ્ચત્તમ સ્તરનું રક્ષણ ધરાવતી પ્રજાતિઓ માટે.
અનુસૂચિ-II : ઓછી માત્રાના રક્ષણની જરૂર હોય તેવી ની સમ
પ્રજાતિઓ માટે.
અનુસૂચિ-III: છોડને આવરી માટેની સૂચી.
- આ બિલ વર્મીન પ્રજાતિઓ માટેની અનુસૂચીને દૂર કરે છે. વર્મિન એ નાના પ્રાણીઓનો ઉલ્લેખ કરે છે જે રોગોના વાહક છે અને ખોરાકને નાશ કરે છે.
અનુસૂચિ-IV : તે CITES (સુનિશ્ચિત નમુનાઓ Scheduled specimens) હેઠળ પરિશિષ્ટમાં સૂચિબદ્ધ નમુનાઓ માટે એક નવી અનુસૂચિ દાખલ કરે છે.
આક્રમક બાહ્ય પ્રજાતિઓ (Invasive Alien Species) :
• આ ખરડો કેન્દ્ર સરકારને આક્રમક બાહ્ય પ્રજાતિઓની કરવા આયાત કરવા, વેપાર કરવા, રાખવા અથવા તેના પ્રસારને નિયંત્રિત અથવા પ્રતિબંધિત કરવાની સત્તા આપે છે.
• આક્રમક બાહ્ય પ્રજાતિઓ (Invasive Alien Species) એવા છોડ અથવા પ્રાણીઓની પ્રજાતિઓનો ઉલ્લેખ કરે છે જે મૂળ ભારતની નથી અને બહારથી અહિયાં વસાવવાથી આ જીવન બહાર સ્થાનિક વન્ય જીવન અથવા તેના નિવાસ સ્થાન પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
•કેન્દ્ર સરકાર આક્રમક પ્રજાતિઓને જપ્ત કરવા અને તેનો નિકાલ કરવા અધિકારીને સત્તા આપી શકે છે.
અભ્યારણોનું નિયંત્રણ:
•આ કાયદો રાજ્યના તમામ અભ્યારણોનું નિયંત્રણ,સંચાલન અને જાળવણી કરવાનું કાર્ય મુખ્ય વન્ય જીવન વાર્ડન(Chief Wild Life Warden)ને સોંપે છે.
•ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડનની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
•બિલ સ્પષ્ટ કરે છે ચીફ વોર્ડનની ક્રિયાઓ અભ્યારણ માટેની વ્યવસ્થાપન યોજનાઓ અનુસાર હોવી જોઈએ. સુનાઓ
•વિશેષ ક્ષેત્રો હેઠળ આવતા અભ્યારણ્યો માટે વ્યવસ્થાપન યોજના સંબંધિત ગ્રામસભા સાથે યોગ્ય પરામર્શ કર્યા પછી જ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવી જોઈએ.
•વિશેષ ક્ષેત્રોમાં અનુસૂચિત વિસ્તાર અથવા વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાં અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસી (વન અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 લાગુ પડે છે.
•અનુસૂચિત વિસ્તારો મુખ્યત્વે જનજાતિ વસ્તી ધરાવતા આર્થિક રીતે પછાત વિસ્તારો છે જે બંધારણની પાંચમી સૂચિ હેઠળ સૂચિત છે.
આરક્ષિત ક્ષેત્ર (Conservation Reserves) :
- કાયદા હેઠળ, રાજ્ય સરકારો રાષ્ટ્રીય ઉધાનો અને અભ્યારણ્યોને અડીને આવેલા ક્ષેત્રને રહેઠાણના રક્ષણ માટે આરક્ષિત ક્ષેત્ર (Conservation Reserves) તરીકે
જાહેર કરી શકે છે.
- આ બિલ કેન્દ્ર સરકારને આરક્ષિત ક્ષેત્રને (Conservation Reserves) પણ સૂચિત કરવાની સત્તા આપે છે.
કેપ્ટિવ પ્રાણીઓને સોંપવા :
- આ બિલ કોઈપણ વ્યક્તિ માટે કેપ્ટિવ પ્રાણીઓ અથવા પ્રાણી ઉત્પાદનોને ચૌક વાઇલ્ડ લાઈક વોર્ડનને સ્વેચ્છાએ સોંપવાની જોગવાઈ કરે છે. આવી વસ્તુઓ સમર્પણ કરવા બદલ વ્યતિને કોઈ વળતર ચૂકવવામાં આવશે નહીં. સમર્પિત વસ્તુઓ રાજ્ય સરકારની મિલકત બની જાય છે.
દંડ (Penalties) :
• અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આ અધિનિયમ જેલની સજા અને દંડની જોગવાઈ કરે છે. બિલ આ ફંડમાં વધારો કરે છે.
(1)ઉલ્લંઘનનો પ્રકાર:-સામાન્ય ઉલ્લંઘન
1972ના અધિનિયમ હેઠળ:-25,000 રૂપિયા સુધી
2021ના બિલ અનુસાર:-1,00,000 રૂપિયા સુધી
(2)ઉલ્લંઘનનો પ્રકાર:-ખાસ સંરક્ષિત પ્રાણીઓ
1972ના અધિનિયમ હેઠળ:-ઓછામાં ઓછા રૂ. 10,000
2021ના બિલ અનુસાર:-ઓછામાં ઓછા રૂ. 25,000
0 Comments